શ્રાવણનો મહિનો દેવોના દેવ મહાદેવને સમર્પિત છે. આ માસમાં ભગવાન શિવના ભક્તો પૂર્ણ ભક્તિભાવથી તેમના ઈષ્ટદેવની પૂજા કરે છે. દર વર્ષે શ્રાવણમાસ એટલે કે અષાઢમાસની પૂર્ણિમા તિથિના બીજા દિવસથી શ્રાવણમાસની શરૂઆત થાય છે. ભારતમાં શ્રાવણ મહિનો બે અલગ અલગ સમય પર ચાલું થાય છે. એટલે કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ગુજરાતી કેલેન્ડર કરતા 15 દિવસ પહેલ શરુ થાય છે. આ વખતે ગુજરાતમાં શ્રાવણ મહિનો 5 ઓગસ્ટ 2024થી શરુ થઈ રઈ રહ્યો છે. શિવ ભક્તો માટે આ વખતનો શ્રાવણ મહિનો ખુબ જ ખાસ રહેશે. કારણ કે આ વખતે પાંચ સોમવાર આવવાના છે.
આ કારણે શિવને પ્રિય છે શ્રાવણ
શાસ્ત્રો અને પુરાણોના જાણકારો કહે છે કે શ્રાવણ ભગવાન શિવનો પ્રિય મહિનો હોવાના કેટલાય મહત્વપૂર્ણ કારણ છે. તેમાંથી મુખ્ય કારણ છે કે સતીના દેહત્યાગ કર્યા પછી જ્યારે આદિશક્તિએ પાર્વતીના રૂપમાં જન્મ લીધો તો શ્રાવણ મહિનામાં તપસ્યા કરી ભગવાન શિવને પતિના રૂપમાં મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યું. એટલે ભગવાન શિવ અને પાર્વતીના મિલનનો મહિનો છે શ્રાવણમાસ. તેથી આ મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય છે.
આ વખતે શ્રાવણ મહિનો કેમ ખાસ છે?
હિન્દુધર્મમાં શ્રાવણ મહિનાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ શ્રાવણિયા સોમવારનું પણ છે. સોમવાર ખાસ મહત્વના પગલે શિવ ભક્તો સોમવારે ઉપવાસ રાખીને શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે. આ વખતે શ્રાવણ મહિનો વધારે ખાસ છે કારણ કે શ્રાવણ માસની શરુઆત સોમવારના દિવસથી જ થાય છે અને સોમવારના દિવસે જ શ્રાવણ પુરો થાય છે.
એટલું જ નહીં આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવશે. આ શ્રાવણ માસમાં જન્માષ્ઠમી પણ સોમવાર છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે, મહાદેવજીને સોમવાર ખુબ જ પ્રિય છે. તેથી સૌ લોકો આ દિવસે વ્રત કરે છે તેમની પૂજા કરે છે અને પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે.
શ્રાવણમાસમાં ભક્તોને મળશે 5 સોમવાર પૂજાનો લાભ
- પહેલો સોમવાર: 05 ઓગસ્ટ 2023
- બીજો સોમવાર: 12 ઓગસ્ટ 2024
- ત્રીજો સોમવાર: 19 ઓગસ્ટ 2024
- ચોથો સોમવાર: 26 ઓગસ્ટ 2024
- પાંચમો સોમવાર: 02 સપ્ટેમબર 2024
શ્રાવણ મહિનામાં બની રહ્યો છે આ દુર્લભ અને શુભ યોગ
હિન્દુ પંચાગ અનુસાર આ વર્ષે શ્રાવણ મહિનો 5 ઓગસ્ટ 2024થી શરૂ થઈ રહ્યો છે. આ વખતે શ્રાવણ મહિનામાં 29 દિવસ હશે. ઘણા વર્ષો બાદ એવું થઈ રહ્યું છે જ્યારે શ્રાવણની શરૂઆત સોમવારથી થઈ રહી છે અને અંત પણ સોમવારથી થઈ રહ્યો છે. આ સાથે શ્રાવણના પ્રથમ સોમવારે પ્રીતિ યોગ, આયુષ્માન યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યાં છે. ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિની વાત કરીએ તો ઘણા રાજયોગોનું નિર્માણ થઈ રહ્યું છે. શ્રાવણ દરમિયાન શુક્રાદિત્ય, બુધાદિત્ય, નવપંચમ યોગ, ગજકેસરી યોગ, કુબેર યોગ, શશ યોગ જેવા રાજયોગો બની રહ્યાં છે. જેનો લાભ કેટલાક જાતકોને મળશે.
BrandFlex સાથે આ રીતે ઉજવો શ્રાવણમાસ
આ પવિત્ર તહેવારની ઉજવણી તમે BrandFlex સાથે કરી શકો છો. કેમ કે BrandFlex માં શિવજીના આ પ્રિય પર્વ માટે તમને મનગમતી પોસ્ટ્સ મળશે.
શ્રાવણમાસ પોસ્ટર મેકર(Shravan Mass Poster Maker), શ્રાવણમાસ પોસ્ટ(Shravan Maas Post), શ્રાવણમાસ બિઝનેસ પોસ્ટ(Shravan Maas Business Post), શ્રાવણમાસ રેડીમેડ પોસ્ટ(Shravan Mass Readymade Post), શ્રાવણમાસ વિડીયો(Shravan Maas Videos), શ્રાવણમાસ Whatsapp સ્ટીકર(Shravan Maas Whatsapp Stickers), શ્રાવણમાસ કસ્ટમ ટેમ્પ્લેટસ(Shravan Maas Custom Templates), શ્રાવણમાસ એનિમેટેડ વિડીયો(Shravan Maas Animated videos), શ્રાવણમાસ રીલ્સ(Shravan Mass Reels), શ્રાવણમાસ ઓફર ટેમ્પ્લેટસ(Shravan Maas Offer Templates), શ્રાવણમાસ પોસ્ટ(Shravan Maas post), શ્રાવણમાસ બેનર(Shravan Maas Banner), શ્રાવણમાસ પોસ્ટર(Shravan Mass Poster), etc… આવા વિશેષ તહેવારની અઢળક પોસ્ટ મેળવવા માટે BrandFlex App ડાઉનલોડ કરો.